NASA: નાસાનું મેગા મૂન રોકેટ હવે ક્રૂ સાથેનાં મિશન માટે તૈયાર, જરૂરી ટેસ્ટ કર્યા પાસ
નાસાનાં મેગા મૂન રોકેટે શરૂઆતનાં પ્રદર્શનનાં તમામ ટેસ્ટ પાસ કરી લીધા છે. એન્જિનિયરો હવે પહેલા ક્રૂ આર્ટેમિસ મિશનની તૈયારી માટે સ્પેસ લોન્ચ સિસ્ટમ (SLS)ની કામગીરી પર નજર માંડીને બેઠા છે. નાસાનાં SLS રોકેટે અંતરિક્ષમાં આર્ટેમિસ જનરેશન અને સ્પેસ ફ્લાઈટનાં ભવિષ્યનો પાયો મૂક્યો છે.
વોશિંગ્ટનઃ નાસાનાં મેગા મૂન રોકેટે શરૂઆતનાં પ્રદર્શનનાં તમામ ટેસ્ટ પાસ કરી લીધા છે. એન્જિનિયરો હવે પહેલા ક્રૂ આર્ટેમિસ મિશનની તૈયારી માટે સ્પેસ લોન્ચ સિસ્ટમ (SLS)ની કામગીરી પર નજર માંડીને બેઠા છે. નાસાનાં SLS રોકેટે અંતરિક્ષમાં આર્ટેમિસ જનરેશન અને સ્પેસ ફ્લાઈટનાં ભવિષ્યનો પાયો મૂક્યો છે. આ મિશનનું વિશ્લેષણ નાસાને આર્ટેમિસ 2 જેવા મિશનો માટે તૈયાર કરી શકશે.
તમામ SLS સિસ્ટમનું સારું પ્રદર્શન
શરૂઆતનાં પોસ્ટ ફ્લાઈટ ડેટાનું માનીએ તો તમામ SLS સિસ્ટમે જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. આ ઉપરાંત એ પણ સામ આવ્યું છે કે ડિઝાઈન આર્ટેમિસ 2 પર ક્રૂ ફ્લાઈટનો સપોર્ટ કરવા માટે તૈયાર છે. નાસાના SLS રોકેટના મુખ્ય તબક્કામાં એક હજારથી વધુ સેન્સર અને 45 માઈલ લાંબું કેબલિંગ છે.
પરણિત મહિલાઓમાં લોકપ્રિય બની રહી છે આ એપ! લફરા વધવા પાછળનું એક મોટું કારણ?
એક કૂદકો મારીને જગુઆરે મગરની બોચી પકડી લીધી, પછી જે થયું... વાયરલ થયો Video
એક ઈમેલ અને આપનું બેંક ખાતું થઈ જશે ખાલી, રાખો આટલી વાતોનું ધ્યાન
આર્ટેમિસ 1માંથી લીધો ધડો
બૂસ્ટર સેપરેશન જેવી ઘટનાઓ દરમિયાન રોકેટનું પ્રદર્શન કેવું રહ્યું, તેના પર વાસ્તવિક ડેટા મેળલવાનો એક માત્ર રસ્તો આર્ટેમિસ 1ની ઉડાનનું પરીક્ષણ હતું. SLSનાં એન્જિનીયરોનું માનીએ તો આર્ટેમિસ 1માંથી જે ડેટા મળ્યો છે, તે આ રોકેટમાં માનવને ચંદ્ર પર મોકલવા માટે મહત્વપૂર્ણ છે. રોકેટની આગામી ઉડાનોને વધુ સારી બનાવવા માટે આ ઉડાન પરીક્ષણમાંથી જે કંઈ પણ શીખ મળી છે, તેનો SLS ટીમ આગળ પણ ઉપયોગ કરશે.
ટીમને મળી કેમેરા અને સેન્સરની મદદ
આર્ટેમિસ 1 ને ગયા વર્ષે 16 નવેમ્બરે લૉન્ચ કરવામાં આવ્યું હતું. તેમાં લાગેલા કેમેરા અને સેન્સર દ્વારા એ જાણી શકાયું છે કે રોકેટે પોતાનાં અંતરિક્ષ યુદ્ધાભ્યાસ દરમિયાન કેવું પ્રદર્શન કર્યું છે. એન્જિનીયરોએ પણ મહત્તમ તાપમાન પર નજર રાખી અને લિફ્ટ ઓફ બાદ રોકેટનો અનુભવ કર્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube